આ પુસ્તક શા માટે?

  • Pages : 428+
  • વિદ્યાર્થીઓ માટે ‘દા’ડા ઓછા અને વેશ ઝાઝા’ જેવી પરિસ્થિતિ હોય છે. UPSC જેવી દેશની ખૂબ જ લોકપ્રિય અને ટફ ગણાતી પરીક્ષા માટે અને GPSC ક્લાસ 1, 2, અને સુપર ક્લાસ 3 પરીક્ષાઓ માટે સારી રીતે અને ઊંડાણપૂર્વક તૈયારી કરવા NCERT અને નેશનલ લેવલની બુક્સ વાંચવાની જરૂરિયાત રહે છે. આ વિષય પર માર્કેટમાં ઘણાં બધાં પુસ્તકો ઉપલબ્ધ છે. પરંતુ, આ પુસ્તક અદ્વિતીય છે. કારણ કે, NCERT અને નેશનલ લેવલનાં હિંદી અને અંગ્રેજી માધ્યમનાં પુસ્તકો, મેગેઝિન્સ, ઓનલાઈન મટીરીયલ અને સારા સંદર્ભે ગ્રંથોને એક જ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. લેખકે અહીં પોતાની તૈયારી દરમ્યાન પડેલ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને માત્ર એક જ પુસ્તકમાંથી જરૂરી મહત્વનું મટીરીયલ મળી રહે તે માટે અથાગ પ્રયત્ન કર્યો છે.
  • મોટાભાગનાં પુસ્તકો પરંપરાગત ઢબે લખાયેલ હોય છે અને બોરિંગ હોય છે તથા અપડેટેડ હોતાં નથી. આ ઉપરાંત પરીક્ષાર્થીને તૈયારી માટે વાંચવામાં મુશ્કેલી પડે છે. છતાં વિદ્યાર્થી કે કોમન મેન તરીકે સરળ રીતે સમજી શકવા ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં અને ઊંડાણપૂર્વક પરીક્ષાલક્ષી તૈયારી કરવા આ પુસ્તક ખૂબ જ ઉપયોગી નીવડશે. આ સાથે આપનો સમય બચશે અને તેના કારણે આપ બીજા વિષયો સારી રીતે તૈયાર કરી શકશો.
  • આ પુસ્તક UPSC, GPSC અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને એક સાથે પ્રિલીમ અને મેઈન્સ બંનેની તૈયારી કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સિદ્ધ થશે અને ઘણાં પુસ્તકો વાંચવાની પળોજણમાંથી મુક્તિ અપાવશે.
  • આ પુસ્તકની ભાષા સરળ અને સહજ રાખવામાં આવેલ છે. ઓનલાઈન સર્ચ કરીને કે ઓથેન્ટિક માહિતી સાથે અપડેટ કરીને પુસ્તકને અપ ટુ ડેટ અને ઓથેન્ટિક બનાવવામાં આવ્યું છે.
  • આ પુસ્તકમાં ચાર્ટ/ટેબલ દ્વારા સંક્ષિપ્તમાં સમજણ પૂરી પાડવામાં આવી છે જે યાદ રાખવા માટે ખૂબ જ સરળ અને ઉપયોગી સાબિત થશે અને પરીક્ષામાં આપ સારો સ્કોર કરી શકશો.
  • આ પુસ્તક દરેક લાયબ્રેરીમાં જ નહિ વિદ્યાર્થીઓના માનસમાં પણ સ્થાન પામશે. કોઈ પરીક્ષાની તૈયારી ન કરતા હોય છતાં ફેકલ્ટી, પ્રોફેસર, કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે કોઈપણ જીજ્ઞાશુ વ્યક્તિને આ પુસ્તક વાંચવું, સમજવું, સમજાવવું ગમશે.
  • આપ જો યોગ્ય દિશામાં, ઓછી છતાં પૂરતી મહેનતથી, ઓછા વાંચનથી છતાં સંપૂર્ણ તૈયારી કરવા માગો છો, તો આ પુસ્તક અવશ્ય વાંચો.
  • ભારતના ઈતિહાસને અત્યારની પરીક્ષાઓને અનુરૂપ બનાવીને બુક રૂપે વિદ્યાર્થીઓ વચ્ચે મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.
  • કોઈ પણ હાલતમાં આ પુસ્તકને ન છોડો.