આ પુસ્તક શા માટે?

  • વિદ્યાર્થીઓની માંગ અને સુવિધા માટે આ બંને પુસ્તકો ખાસ કરીને discount થી મળી રહે તે હેતુથી કોમ્બો ઓફર શરૂ કરાઈ છે. કારણ કે ઘણા વિદ્યાર્થીઓએ વારંવાર પૂછતા હતા કે અમારે બંને પુસ્તકો લેવા હોય તો કોઈ discount મળશે? તો આ ખાસ તેમના માટે...
  • આ બંને પુસ્તકો એ તમામ વિદ્યાર્થીઓ માટે છે, જેઓ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય. આમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા ધરાવતા અને અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા કે પુછાયેલા તમામ પ્રશ્નોને સમાવી લેવામાં આવ્યા છે.
  • આ પુસ્તક “એક બુક બધી પરીક્ષાઓ” કન્સેપ્ટ પર બનાવવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓને અલગ-અલગ પરીક્ષાઓ માટે અલગ-અલગ પુસ્તકો વાંચવા ન પડે.
  • 10 પુસ્તક 1 વાર વાંચવા કરતાં 1 પુસ્તક 10 વાર વાંચવું વધુ સારું. આ સિદ્ધાંત અનુસાર આ પુસ્તકની રચના કરાઈ છે. આથી અન્ય પુસ્તક વાંચવા પણ માગતા હોય તો પણ આ એક પુસ્તક તો ચોક્કસ વાંચો. આ પુસ્તક વાંચ્યા બાદ આપને જરૂર લાગે તો જ અન્ય પુસ્તક વાંચો.
  • સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક સાથે અલગ-અલગ પરીક્ષાઓની તૈયારી કરવી અને ઓછા સમયમાં કરવી એ બહુ મોટી મુશ્કેલી હોય છે. વિદ્યાર્થીઓ શું વાંચવું? કેટલું વાંચવું? એની મુંઝવણ અનુભવતા હોય છે. આના કારણે વિદ્યાર્થીઓ બધા વિષયો સમય મર્યાદામાં પૂરા કરી શકતા નથી. આ પુસ્તક વિદ્યાર્થીઓની આ મુશ્કેલી દૂર કરશે.