આ પુસ્તક શા માટે?

  • ગરવી ગુજરાતની એક આગવી ઓળખ છે તેવી રીતે જ 'હું છું ગુજરાત' પુસ્તકની પણ એક આગવી ઓળખ છે. ગુજરાતી હોવાને નાતે તમામ વિદ્યાર્થીઓ અને ગુજરાતીઓ ગુજરાત અંગેની માહિતી મેળવે એ આ પુસ્તકનો એક આશય છે.
  • ગુજરાતમાં યોજાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાત વિષય પર સ્વાભાવિક રીતે વધુ પ્રશ્નો પૂછાય છે અને તેની વિસ્તૃત, ઓથેન્ટીક તથા અપ ટુ ડેટ માહિતી હોવી તેમજ તેની તૈયારી કરવી વિદ્યાર્થીઓ માટે અતિ આવશ્યક છે.
  • ગુજરાત અંગે પ્રખ્યાત પુસ્તક 'ગુજરાતની અસ્મિતા'ની મહત્વપૂર્ણ પરીક્ષાલક્ષી અપડેટેડ માહિતીનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
  • ગુજરાત સરકારનાં પુસ્તકો જેવાં કે ગુજરાત : એટ અ ગ્લાન્સ, ગુજરાતની સ્થાપત્યકળા, ગુજરાતના લોકોત્સવ અને મેળા, ગુજરાતનો લોકકલા વૈભવ, ગુજરાતનો પુરાતત્વીય વારસો, આદિવાસી : સાસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વિરાસતનો સમાવેશ.
  • ગુજરાતના તમામ જિલ્લાના સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પુસ્તકોનો સમાવેશ.
  • ગુજરાતની ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક વ્યવસ્થા, કળા અને સાહિત્ય જેવા વિષયની તૈયારી કે જાણકારી માટે અલગ અલગ પુસ્તકો વાંચવાની જરૂર નહિ.
  • આ પુસ્તકમાં ગુજરાતની ભૌગોલિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક પરિસ્થિતિનો પ્રકરણવાર માહિતીની સાથે સાથે જિલ્લાવાર તમામ માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી નવી પેટર્ન પ્રમાણે ખૂણે ખાંચરેથી પૂછાતા પ્રશ્નો અંગે પણ વિદ્યાર્થીઓ પાસે માહિતી હોય.
  • આ પુસ્તકના અભ્યાસથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે.
  • આ પુસ્તક ‘એક બુક બધી પરીક્ષાઓ’ અને ‘10 પુસ્તકો એક વખત વાંચવા કરતાં એક પુસ્તક 10 વખત વાંચવું સારું’ એ કન્સેપ્ટને આધારે લખવામાં આવ્યું છે.
  • આ પુસ્તકની ભાષા સરળ અને સહજ રાખવામાં આવેલ છે. ઓનલાઈન સર્ચ કરીને કે ઓથેન્ટિક માહિતી સાથે અપડેટ કરીને પુસ્તકને અપ ટુ ડેટ અને ઓથેન્ટિક બનાવવામાં આવ્યું છે.
  • આપ જો યોગ્ય દિશામાં, ઓછી છતાં પૂરતી મહેનતથી, ઓછા વાંચનથી છતાં સંપૂર્ણ તૈયારી કરવા માગો છો, તો આ પુસ્તક અવશ્ય વાંચો.
  • આ પુસ્તકને અત્યારની તમામ પ્રકારની પરીક્ષાઓને અનુરૂપ બનાવીને બુક રૂપે વિદ્યાર્થીઓ વચ્ચે મૂકતાં અમે આનંદ અનુભવીએ છીએ.
  • હું છું ‘ગુજરાત’ - જય જય ગરવી ગુજરાત.